<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાત વિધાનસભામાં UCC બિલ ૨૪ માર્ચે રજૂ થવાની શક્‍યતા

આજે સાંજે ૫ વાગ્‍યે વિધાનસભાના અધ્‍યક્ષની અધ્‍યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની મહત્‍વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સમિતિના તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહી, આગામી દિવસોના વિધાયક કાર્યક્રમ અને સરકારી બિલો રજૂ કરવાની વ્‍યવસ્‍થા અંગે વિગતવાર ચર્ચા કરશે

અમદાવાદ તા.૧૭: ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રના અંતિમ દિવસો હવે રાજકીય અને કાનૂની લ્લષ્ટિએ અત્‍યંત મહત્‍વના બની રહ્યા છે. રાજ્‍યમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલું યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી), એટલે કે સમાન નાગરિક સંહિતા, આ સત્રમાં વિધેયકના રૂપમાં રજૂ કરવા માટે સરકાર ગંભીર તૈયારી કરી રહી છે.

આજે સાંજે ૫ વાગ્‍યે વિધાનસભાના અધ્‍યક્ષની અધ્‍યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની મહત્‍વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સમિતિના તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહી, આગામી દિવસોના વિધાયક કાર્યક્રમ અને સરકારી બિલો રજૂ કરવાની વ્‍યવસ્‍થા અંગે વિગતવાર ચર્ચા કરશે. મુખ્‍ય એજન્‍ડામાં સત્રના અંતિમ દિવસોમાં લાવવામાં આવનારા વિધેયકો અને ગૃહના નિયમિત કામગીરીનું આયોજન શામેલ છે.

સૂત્રો મુજબ, રાજ્‍ય સરકાર આ સત્ર દરમિયાન કુલ ૪ મહત્‍વના સરકારી વિધેયકો રજૂ કરવા જઈ રહી છે, જેમાં સૌથી મોટું ધ્‍યાન યુસીસી બિલ પર કેન્‍દ્રિત છે. કામગીરી સલાહકાર સમિતિમાં ચર્ચાના આધારે, ૨૪ માર્ચે આ બિલ વિધાનસભામાં રજૂ થવાની શક્‍યતા સૌથી વધુ છે.વિધેયક રજૂ થયા બાદ વિપક્ષી સભ્‍યો સાથે વિસ્‍તૃત ચર્ચા માટે સમયગાળા અને પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. જો બિલ ૨૪ માર્ચે રજૂ થાય, તો સત્રના અંતિમ દિવસે ૨૫ માર્ચે તેના પર ચર્ચા અને પસાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

આ બિલનું ઉદ્દેશ્‍ય લગ્ન, વારસો, સંપત્તિ હક, છૂટછાટ અને નાગરિક અધિકારોને સમાન કાનૂની ધોરણે સંચાલિત કરવું છે. રાજ્‍ય સરકારનું દ્રષ્ટિકોણ છે કે યુસીસીના અમલથી નાગરિકો માટે કાયદાકીય સમાનતા સુનિヘતિ થશે અને સામાજિક ક્ષેત્રે મહત્‍વપૂર્ણ ફેરફારો આવી શકે છે. વિધાનસભાના અધ્‍યક્ષ અને સરકારના મંત્રીઓ આ મુદ્દે સક્રિય રહ્યા છે, અને વિધાનસભામાં સત્રના અંતિમ દિવસો દરમિયાન વિપક્ષી ચર્ચા અને સહયોગી ચર્ચાઓ માટે સકારાત્‍મક વાતાવરણ તૈયાર કરાયું છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા બિલના અમલથી કાયદાકીય અને સામાજિક પરિવર્તનની દિશામાં મજબૂત પગલાં ભરવામાં આવવાના છે, જે રાજ્‍યના નાગરિકો અને સમાજ માટે લાંબા ગાળાના લાભદાયક સાબિત થઈ શકે છે.

અનુમાન છે કે વિધાનસભામાં આ બિલ રજૂ થવાના દિવસો રાજ્‍યની રાજકીય અને કાનૂની ચર્ચાઓ માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે, અને રાજ્‍ય સરકાર માટે આ સત્રનો અંતિમ તબક્કો ખૂબ જ સંકેતક બની રહેશે.

(4:08 PM IST)