News of Tuesday, 17th March 2026
નડિયાદની સોડપુર પ્રાથમિક શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક 14 લાખની ઉચાપત અને ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપો
ગ્રામજનો અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે સઘન તપાસના આદેશ આપ્યા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ 14 લાખ રૂપિયાની નાણાકીય ઉચાપત અને ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપો ઉઠતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામજનો અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે સઘન તપાસના આદેશ આપ્યા છે. આક્ષેપ મુજબ, વર્ષ 2014 થી અત્યાર સુધીમાં દાતાઓ દ્વારા મળેલ જંગી લોકફાળો શાળાના સત્તાવાર ચોપડે જમા કરાવવાને બદલે અંગત વપરાશમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ATVT યોજના હેઠળ નિર્મિત સરકારી પ્રાર્થના હોલ પરથી જૂની તકતીઓ હટાવી દાતાઓના નામ લગાડી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
સરપંચ સહિતના ગ્રામીણોએ આ મામલે રાજ્ય વિજિલન્સ કમિશનર અને તકેદારી આયોગ, ગાંધીનગર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ આક્ષેપો પુરવાર થશે તો જવાબદાર સામે કડક ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે સરકારી અનુદાન અને લોકભાગીદારીના નાણાંનો ઉપયોગ પારદર્શક રીતે કરવો અનિવાર્ય હોય છે, ત્યારે આ સ્કેમે સ્થાનિક વહીવટ પર મોટા સવાલો ઊભા કર્યા છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
