News of Wednesday, 18th March 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપની મહત્વની બેઠક :જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને રણનીતિ ઘડાશે
સંગઠનાત્મક માળખા અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ગાંધીનગર : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન અને રણનીતિ ઘડવા માટે આજે 18 માર્ચના રોજ ગાંધીનગર સ્થિત ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાશે.
ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની કામગીરી અને જનસેવાના મંત્ર સાથે ભાજપા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે, જેમાં સંગઠનાત્મક માળખા અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
