News of Wednesday, 18th March 2026
નર્મદા પંચકોશી પરિક્રમાને લઈને નર્મદા તંત્ર અને સરકાર બંને સજ્જ : નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે પ્રારંભ
14 કિલોમીટર ચાલીને પૂર્ણ કરવાની આ પરિક્રમામાં દર બે કિલોમીટરે વિસામા અને ચા નાસ્તા ભોજનની વ્યવસ્થા

(ભરત શાહ દ્વારા )નર્મદા મૈયાની આજથી સારુંથતી ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમાનો 19 માર્ચથી વિધિવતથી પ્રારંભ થવા જઈરહ્યો છે પરંતુ ભક્તો દ્વારા તો 18 મી માર્ચની રાત્રીના 12 વાગ્યાથી ચૈત્ર અમાસની શરૂઆત થતી હોય એટલે રાત્રિથી જ પરિક્રમા ચાલુ થઇ જશે. જોકે એ પહેલાથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એકદમ સજ્જ છે અને જરૂરી તમામ સુવિધાઓ પૂર્ણ કરી દેવાઈ છે.
જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં પરિક્રમા અંગે સમીક્ષા બેઠક કરી પરિક્રમાવાસીઓ માટે પ્રાથમિક સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી સાથે પરિક્રમા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જરૂરી આયોજન અંગે સંબંધિત અધિકારીઓને વિવિધ સ્થળો પર ફરજ પર તૈનાત પણ કરવામાં આવ્યા છે. પરિક્રમા માર્ગ પર પૂરતી લાઈટિંગ, નિયમિત સફાઈ અને કચરા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી તેમજ રૂટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. ઉપરાંત મગરથી બચવા સાવધાની સૂચક બોર્ડ લગાવવા, જરૂરી સ્થળોએ સાઇન બોર્ડ મુકવા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ સુવિધા, બસ વ્યવસ્થા તેમજ સીસીટીવી કેમેરાથી આખા પરિક્રમા માર્ગ સજ્જ કરવામાં આવ્યા છે.
19 માર્ચ થી શરૂ થનારી નર્મદા પરિક્રમાને પ્રારંભ કરાવવા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી રામપુરા આવશે તેઓ રામપુરાથી તિલકવાડાને જોડતો બ્રીજ બનવાનો છે જેનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરેશે.એવો કાર્યક્રમ હાલ નક્કી થયો છે.પરિક્રમાને લઈને તંત્ર સાજજ છે એવી રીતે સહેરાવથી તિલકવાડાને જોડતો નર્મદા સેતુ પણ તૈયાર છે એકદમ મજબૂત 15 થી 20 લાખ લોકો પસાર થાય તો પણ ચિંતા નથી એવો મજબૂત બનાવ્યો છે. બીજી બાજુ ગોવાથી સ્પેશિયલ સ્પીડ બોટ પણ 15 લાવવા માં આવી છે. જેએક સાથે એક બાજુ 450 લોકોને ઉતારવાની કેપેસીટી ધરાવે છે. આમ ઇજારદારો, ભક્તો અને વહીવટી તંત્ર આધિકારીઓ ખડેપગે એક મહિનો પરિક્રમામાં તૈનાત છે, પરિક્રમા વાસીઓની સેવામાં લાગેલા રહેશે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન ટ્રાફિફ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું
19 માર્ચથી શરૂ થઈ રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરિક્રમા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિફ ડાયવર્ઝન/વન વે અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામામાં દર્શાવેલી ટ્રાફિક ડાયવર્ઝનની વિગતો મુજબ, પોઈચા – રૂંઢ ચોકડીથી શહેરાવ-લાછરસ-માંગરોલ-રામપુરા રૂટ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પોઈચાથી રામપુરા જતાં વાહનો રૂંઢ ચોકડી-રાજપીપળા-વાવડી ચોકડીથી રામપુરા તરફ જશે. પરિક્રમા પુરી કર્યા બાદ રામપુરાથી સમારીયા ચોકડી તરફના વન વે રસ્તે બહાર નિકળવાનું રહેશે. માંગરોલ તથા શહેરાવના ગ્રામજનોએ લાછરસ થઈ રાજપીપળા તરફ જવાનું રહેશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
