News of Wednesday, 18th March 2026
બાબદા ગામે યુવતીને કુંવારો કહી લગ્ન કરવાની લાલચ આપી શરીર સબંધ બાંધી પ્રેગ્નેટ કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બાબદા ગામમાં બનેલી ઘટનામાં એક પરણિત પુરુષે યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરતા યુવતિએ ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાબદા ગામમાં બનેલી ઘટનામા પ્રતિકભાઈ નારસીંગભાઈ વસાવા ( રહે.રોઝઘાટ, તા.ચિકદા જી.નર્મદા )નાઓએ સંગીતાબેન નામની યુવતી સાથે એકાદ વર્ષ પહેલા ફેસબુક મારફતે પરીચય કરી પોતે પરણિત હોવાની ઓળખ છુપાવી પોતે પરણિત હોવા છતા ભોગબનનારને" હું કુંવારો છું. અને મને તારી સાથે પ્રેમ છે. હું તારી સાથે લગ્ન કરી મારી પત્ની તરીકે રાખવાનો છું.” તેવા ખોટા વચનો આપી ભોગબનનાર સાથે છેતરપીંડી કરી બાબદા ગામે તથા કોસંબા ખાતે ભોગ બનનાર સાથે વારંવાર શરીર સબંધ બાંધી પ્રેગ્નેટ કરી ગુનો કર્યા તે વિગેરે બાબત.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
