તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
રાજયના વાતાવરણમાં આવશે પલટો :અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે

અમદાવાદ :રાજ્યમાં આજથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
આજના દિવસે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ખાસ અસર જોવા મળી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની શક્યતા છે.
19 માર્ચના રોજ હવામાનમાં વધુ પલટો જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
જ્યારે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને કેરી, મગ, ઘંઉ, બાજરી અને મકાઈ જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. અચાનક આવેલા આ બદલાવથી કૃષિ ક્ષેત્ર પર અસર પડી શકે છે.
હવામાન વિભાગે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
