તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
સુરેન્દ્રનગર, ખેડા આણંદથી યુદ્ધના ધોરણે વિસ્ફોટ શોધવામાં નિષ્ણાત શ્વાનો અમદાવાદ લાવવા કવાયત તેજ
ગાંધીનગરના પગલે પગલે અમદાવાદમાં ફરીથી અડધો ડઝન સ્કૂલો ધણધણાવી નાખવાની ધમકીના પગલે પગલે પોલીસ એકશન મોડમાં સરકારી વાહનમાં અમદાવાદ પહોચાડવા તાકીદે જાણઃ બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં જોઇન્ટ સીપી ક્રાઈમ શરદ સિંઘલ, સેક્ટર વડા નીરજ બડ ગુજ્જર અને સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડના નેતૃત્વમાં પોલીસ કાફલો કામે લાગ્યો

રાજકોટ તા.૧૮: ગાંધીનગરમાં વિધાનસભા ભવન બોમ્બ બ્લાસ્ટ દ્વારા ધણધણાવી નાખવાના પગલે અમદાવાદમાં પણ ફરીથી સ્વસ્તિક ચાર રસ્તા, સંત કબીર સ્કૂલ, છારોડી, સત્ય સ્કૂલ, વેજલપુર નજીકની ઝાયડસ સ્કૂલ વિગેરે ઉડાડી દેવાની ધમકીના પગલે બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિઘલ, જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર અને સેક્ટર વડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શનમાં પોલીસ કાફલો સ્થળ પર પોહચી ચકાસણી શરૂ કરી છે.
દરમિયાન ગાંધીનગર બાદ અમદાવાદમાં ફરીથી વિવિધ સ્કૂલો બોમ્બ ધડાકા કરવાના ફૂ ર્ળીશશ્ર પગલે પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા બોમ્બ શોધી કાઢતા તાલીમ બદ્ધ ડોગ સુરેન્દ્ર નગર, ખેડા નડિયાદ આણંદથી મંગાવેલ છે, તાકીદના મેસેજનો જાણ જીલ્લા પોલીસ વડા, રાજકોટ રેન્જ વડાને પણ કરવામાં આવી છે.તાકીદના મેસેજમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાઈ રહે તે માટે સરકારી વાહનમાં એક એક સ્નિફર ડોગ હેન્ડલર સાથે સરકારી વાહનમાં મોકલવા વિનંતી કરવામાં આવી છે
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
