News of Wednesday, 18th March 2026
ભાજપ યુવા મોરચો મેદાને : ૨૩મીએ જિલ્લા પંચાયતની બેઠક દિઠ બાઇક રેલી : ૨૬મીથી નવા મતદારોનો સંપર્ક
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, રાજનીતિની ભોમ પર યૌવન માંડે આંખ : શુક્રવારે ચકલીના માળાનું વિતરણ : મહાનગરોમાં એક શામ, શહીદો કે નામ કાર્યક્રમ

રાજકોટ, તા.૧૮: ગુજરાતમાં ભાજપ યુવા મોરચાની નવી ટીમ બન્યા પછી પ્રથમ વખત રાજ્યવ્યાપી કાર્યક્રમો નક્કી થયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીને ધ્યાન રાખીને યુવા મોરચો મેદાને આવી ગયો છે .સંગઠન સેવાકીય અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો થશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ ૨૦ મી માર્ચે વિશ્વ ચકલી દિવસ છે. તેને અનુલક્ષીને મોરચાના કાર્યકરો જુદી જુદી જગ્યાએ ચકલીના માળાનુ વિતરણ કરશે્ તારીખ ૨૩મીએ જિલ્લા પંચાયતના દરેક મત ક્ષેત્રમાં તિરંગા બાઈક યાત્રા યોજવામાં આવશે. તે દિવસે મહાનગરોમાં એક શામ શહીદો કે નામ શીર્ષકથી દેશભક્તિના કાર્યક્રમો થશે. તારીખ ૨૬ થી ૨૯ માર્ચ સુધી યુવા મોરચાના કાર્યકરો જુદાપ્રજુદા તાલુકાઓમાં જઈ વિસ્તારક અભિયાન ચલાવશે. પ્રથમ વખત મતદાર થયેલા યુવાનોને મળીને ભાજપમાં જોડવા પ્રયાસ કરશે. નવા અને જૂના યુવા મતદારોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યુવાનો માટેની યોજનાઓ ની માહિતી આપશે. જુદી જુદી જગ્યાએ ટિફિન બેઠકો યોજી પાર્ટીની મજબૂતાઈ વધારવાનો પ્રયાસ થશે. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના શ્રેષ્ઠ દેખાવમાં યુવા મોરચાની ભૂમિકા મહત્વની રહે તેવું આયોજન થઈ રહ્યું છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
