News of Wednesday, 18th March 2026
કર્મયોગી ભવન પછી, વિધાનસભા ભવનને ધણધણાવી નાખવાની ધમકી
ગુજરાતમાં બોમ્બ ધમકીઓ મળવાનો સિલસિલો વિરામ લેવાને બદલે ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે ગુજરાતમાં વિધાર્થીઓ સહિત વિવિધ રોકાણકારો વિગેરેમાં ભય ફેલાવવાની રણનીતિ હોવાની આશંકા ગાંધીનગર રેન્જ વડા વિરેન્દ્ર યાદવ કહે છે કે ધમકીઓમાં બહુ વજૂદ નથી લાગતું, આમ છતાં બોમ્બ સ્કોડ સાથે રાખી ચકાસણી કરવા સાથે સાયબર સેલ ઇમેઇલ અંગે ચકાસણી કરી રહ્યું છે

રાજકોટ તા.૧૮: ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ દ્વારા વિવિધ સ્કૂલો, અદાલતો ઉડાડી દેવાની ધમકીઓ દ્વારા વિધાર્થીઓ અને શહેરીજનોના મગજમાં ભય પેદા કરવાની પેટર્નનો સિલસિલો આગળ વધતો હોય તેમ ગાંધીનગરના કર્મયોગી ભવન બાદ હવે વિધાનસભા ભવન ઉડાડી દેવાની ધમકી મળતા ગાંધીનગર રેન્જ વડા વિરેન્દ્ર યાદવના માર્ગદર્શનમાં ગાંધીનગર એસપી સહિતની ટીમો બોમ્બ સ્કોડ તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગર સાયબર સેલ દ્વારા E mail અંગે ચકાસણી શરૂ થયેલ છે. મુખ્ય પોલીસ વડા ડો. કે એલ.એન.રાવ દ્વારા પણ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. સ્ટેટ ib વડા અશોક કુમાર યાદવ ટીમ પણ એક્ટિવ બની છે. અકિલા સાથેની વાતચીતમાં ગાંધીનગર રેન્જ વડા વિરેન્દ્ર યાદવે જણાવેલ કે, આમ તો આવી ધમકીઓ દ્વારા ખોટો ગભરાટ ફેલાવવાનનો હેતુ છે, આમ છતાં આ બાબતે તમામ તપાસ કરવામાં આવી રહી છે. જાણકાર અને અનુભવી અધિકારીઓના મતે ગુજરાતમાં જે રીતે અભ્યાસ, ઉધોગ વિગેરેમાં હરણફાળ પ્રગતિ થયેલ છે, તેમાં અડચણ ઉભી કરવા માટે કોઈ ચોક્કસ હેતુથી આવી ધમકીઓ આવી રહ્યનું નકારી કાઢવામાં આવતું નથી
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
