News of Wednesday, 18th March 2026
વિધાનસભામાં રોજ સવારે સુરક્ષાની તપાસ પછી જ કાર્યવાહીનો પ્રારંભ
અધ્યક્ષ કહે છે સવારે બોંબની માહિતી મળતા તુરત સરકારને જાણ કરી ધમકીના પગલે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પરિસ્થિતિની સમીક્ષા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૧૮: આજે સવારે બોમ્બની વાત માટે કોંગ્રેસના શૈલેષ પરમારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા જણાવ્યુ હતુ઼ કે આ બોમ્બની માહિતી કેવી રીતે અને કયારે આવી. આના જવાબમાં અધ્યક્ષશ્રી શંકરભાઇ ચોૈધરીએ જણાવ્યુ કે આજે સવારે માહિતી મળતા મે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપીને જાણ કરી અને આની વિગતવાર તપાસ કરી સત્ય હકીકત જણાવવા તાકીદ કરી છે.
વિધાનસભા ભવનનું દરરોજ સવારે ચેકિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. આવી આફત આવે ત્યારે ગૃહના તમામ સભ્યોએ સાથે મળી કામ કરીએ તો આફતનો સામનો કરી શકીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં બોમ્બની ધમકી અંગે મળેલા ઇમેઇલ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
