<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

આરોગ્‍ય વિભાગનું ‘તંદુરસ્‍ત' બજેટઃ ગયા વર્ષ કરતા ૮.૭૩ ટકા વધારો

હંમેશા જનઆરોગ્‍યની જાળવણી સરકારની અગ્રતાઃ પ્રફુલ પાનસેરિયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) રાજકોટ, તા. ૧૮: આરોગ્‍ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ પત્રકારોને જણાવેલ કે રાજયના લોકોને આધુનિક અને ગુણવતાયુક્‍ત આરોગ્‍ય સુવિધા મળી રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે અમારી સરકાર હંમેશા કટિબધ્‍ધ છે. ગુજરાતની પ્રજાની આરોગ્‍ય અને સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે ફાળવેલ આરોગ્‍ય બજેટ પાછળ પ્રધાનમંત્રીશ્રી અને મુખ્‍યમંત્રીશ્રીની દીર્ધકાલીન દ્રષ્ટી આપણને સૌને સતત પ્રેરણા આપે છે. દેશમાં રોગોના રોકથામ તેમજ નાના શહેરો કે ગામડાઓમાં રહેતા તમામને અદ્યતન, મફત-વ્‍યાજબી દવા તથા સમયસરની તબીબી સારવાર દ્વારા ‘સ્‍વસ્‍થ ભારત-વિકસિત ભારત'નું નિર્માણ થાય તે આપણાં યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે.

શ્રી પ્રફુલ પાનસેરિયાએ કહયુ કે આરોગ્‍ય ક્ષેત્રે થયેલ પ્રગતિની હું વાત કરું તો રાજયમાં છેલ્લા બે દાયકામાં સામાન્‍ય લોકોને અને રાજયના છેવાડાના અંતરિયાળ વિસ્‍તારમાં રહેતા માનવીને પણ આરોગ્‍ય સેવા મેળવવા માટે કોઇ મુશ્‍કેલી કે પરેશાની નડે નહિ, તે ધ્‍યાને લઈને આયોજનબધ્‍ધ રીતે અમારી સરકાર દ્વારા આરોગ્‍ય વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે.

રાજયનો નાગરિક આરોગ્‍ય સુવિધાથી કયારેય વંચિત ન રહે તે માટે લોકોપયોગી આરોગ્‍ય વિષયક ડયાત જુદી જુદી યોજનાઓને વધુ સુદ્રઢ બનાવીને અને નવી યોજનાઓ અમલમાં મૂકીને લોકોની તંદુરસ્‍તી જળવાઇ રહે તે માટે અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા અને પ્રતિબધ્‍ધતા રહેલી છે. એટલે  જ ૨૦૨૫-૨૬ ની રૂ. ૨૩,૩૮૫.૩૩ કરોડ (રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો પંચ્‍યાસી કરોડ તેત્રીસ લાખ) ની અંદાજપત્રીય જોગવાઈ સામે રૂ. ૨૦૧૭.૯૦ કરોડ (રૂપિયા બે હજાર સત્તર કરોડ નેવું લાખ) ના વધારા સાથે ૨૦૨૬-૨૭ ની સૂચિત અંદાજપત્રીય જોગવાઈ રૂ. ૨૫,૪૦૩.૨૩ કરોડ (રૂપિયા પચ્‍ચીસ હજાર ચાર સો ત્રણ કરોડ ત્રેવીસ લાખ) થયેલ છે.

 અર્થાત વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્ર સામે ૮.૬૩ ્રુ જેટલો વધારો વર્ષ ર૦ર૬-૨૭ ના આરોગ્‍ય વિભાગના અંદાજપત્રમાં કરવામાં આવેલ છે

(4:00 PM IST)