<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

વિરમગામ તાલુકાના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન બચાવવા માટે ન્યાયની માંગ સાથે ગાંધીનગરમાં મોરચો માંડ્યો

વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોની અટકાયત: ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રાંત અધિકારી અને મામલતદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ગાંધીનગરમાં વિરમગામ તાલુકાના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન બચાવવા માટે ન્યાયની માંગ સાથે મોરચો માંડ્યો હતો. અંદાજે 60થી વધુ ખેડૂતોનો કાફલો આજે સવારે જ વિરમગામથી વિધાનસભા પહોંચ્યો હતો અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની 35 વિઘા વારસાઈ ખેતીની જમીનમાંથી બિલ્ડર સાથે મિલીભગત કરી ગેરકાયદેસર રીતે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે. 

   આ મામલે ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રાંત અધિકારી અને મામલતદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, વહીવટી તંત્ર બિલ્ડરના હિતમાં કામ કરી રહ્યું છે. જો કે, વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા આ ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી

(7:54 PM IST)