<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગની મોટી કાર્યવાહી : 9 ડમ્પર વાહનો સહીત અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

દાહોદ ખાણ ખનિજ વિભાગની ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર દરોડા પાડ્યા:બિનઅધિકૃત ખનન અને વહન કરનારા રેતી માફિયાઓમાં ફફડાટ

દાહોદના દેવગઢ બારીયામાં રેતી માફિયાઓ પર ખનિજ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ ખાણ ખનિજ વિભાગની ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર વહેલી સવારે દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર સાદી રેતીનું ઓવરલોડ વહન કરતા કુલ 09 ડમ્પર વાહનો ઝડપાયા છે. ખાણ ખનીજ તંત્રએ અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવાની કાર્યવાહી કરી છે. બિનઅધિકૃત ખનન અને વહન કરનારા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિયમોના ઉલ્લંઘન બદલ તમામ વાહનો વિરુદ્ધ કડક દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન વિભાગની આ મોટી કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે 

(7:59 PM IST)