<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દરમિયાન રાજ્યને કેન્દ્ર સરકારે કુલ 88.77 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું

છેલ્લા બે વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા, 14.81 લાખ મેટ્રિક ટન DAP અને 17.68 લાખ મેટ્રિક ટન NPK ખાતર ફાળવાયું

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દરમિયાન રાજ્યને કેન્દ્ર સરકારે કુલ 88.77 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છે. છેલ્લા બે વર્ષમાં 49.52 લાખ મેટ્રિક ટન યુરિયા, 14.81 લાખ મેટ્રિક ટન DAP અને 17.68 લાખ મેટ્રિક ટન NPK ખાતર ફાળવાયું છે. યુરિયા ખાતર 45 કિલોના જથ્થામાં GSFC, GNFC, IFFCO અને KRIBHCO દ્વારા 266.50 રૂપિયાના ભાવે વેચાશે. DAP ખાતરનું વેચાણ 1350 રૂપિયામાં થશે, જ્યારે GSFC અને IFFCO દ્વારા કપની DAP ખાતર 1470 રૂપિયામાં વેચાશે. આ માહિતી આંકલાવના ધારાસભ્ય Amit Chavdaના પ્રશ્નના જવાબમાં રાજ્યના કૃષિ મંત્રીએ આપી હતી.

 

(8:03 PM IST)