<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રદેશ સંકલન સમિતિની જાહેર : મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી સહિત 11 સભ્યોની નિમણૂક

રાજ્યના વહીવટ અને સંગઠનના સૌથી અનુભવી ૧૧ ચહેરાઓનો સમાવેશ

અમદાવાદ : રાજયમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા સત્તાવાર રીતે ‘પ્રદેશ સંકલન સમિતિ’ની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિ ચૂંટણીલક્ષી તમામ મહત્વના નિર્ણયો, ઉમેદવારોની પસંદગીના માપદંડો અને પાયાના સ્તરના સંગઠન વચ્ચે સેતુનું કામ કરશે.

આ સમિતિમાં રાજ્યના વહીવટ અને સંગઠનના સૌથી અનુભવી ૧૧ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સમિતિના મુખ્ય સ્તંભ રહેશે. કુલ ૧૧ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને અનુભવી સંગઠન મંત્રીઓનો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત બાદ આ સમિતિની જાહેરાત થઈ છે, જે સૂચવે છે કે હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ જ આ યાદી તૈયાર કરાઈ છે. ૧૧ સભ્યોની આ ટીમ હવે સીધી જમીની સ્તરના કાર્યકરો સાથે સંવાદ કરશે અને જિલ્લાવાર રિપોર્ટ તૈયાર કરશે.

(8:40 PM IST)