News of Wednesday, 18th March 2026
નર્મદા જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતા વહીવટદાર તરીકે કલેકટરે ચાર્જ સંભાળ્યો .
રાજપીપલા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંતઅધિકારીની નિમણુંક .

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાપંચાયત તેમજ જિલ્લા ની પાંચ તાલુકા પંચાયતો અને રાજપીપલા નગરપાલિકાની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકારે ઉપરોક્ત તમામ સંસ્થાઓમાં વહીવટદારની નિમણુંક કરી છે .
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદત પૂર્ણ થતા અને હજુ ચૂંટણીઓ જાહેર નહિ થતા સરકારે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારની નિમણુંક કરીછે. જે મુજબ નર્મદા જિલ્લા પંચાયત ની મુદત પૂર્ણ થતા તેના વહીવટદાર તરીકે નર્મદા જીલ્લા કલેકટર સંજય મોદીએ ચાર્જ સંભાળી લીધો છે. જયારે જિલ્લાની નાંદોદ તા . પં .ની મુદત પૂર્ણ થતા તેના વહીવટદાર તરીકે જિલ્લા પુરવઠા અધિકારીએ તેમજ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી રાજપીપલા તેમજ ડેડીયાપાડા અને સાગબારા તા .પં . ની મુદત પૂર્ણ થતા પ્રાંતઅધિકારી ડેડીયાપાડા એ વહીવટદાર તરીકે ચાર્જ સાંભળી લીધો છે ઉપરાંત જિલ્લાની એકમાત્ર નગરપાલિકા રાજપીપલાના વહીવટદાર તરીકે પણ પ્રાંતઅધિકારી રાજપીપલા એ હવાલો સંભાળી લીધો છે .
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
