<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

બનાસકાંઠાના ઓગડમાં ચૌધરી-રબારી જૂથ વચ્ચે અથડામણ: પોલીસ ટીમ પર ટોળાનો હુમલો : ટીયરગેસના શેલ છોડાયા

પોલીસ પર ટોળાએ હુમલો કર્યો જેમાં 4 પોલીસ કર્મી ઘાયલ થયા:સ્થિતિ પર કાબુ મેળવવા IG બે SP સહિત સહિત 300થી વધુ પોલીસ ઉણ ગામમાં પહોચ્યાં

બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે બે જૂથ વચ્ચે થયેલ અથડામણ દરમિયાન પોલીસ પર હુમલો કરવા બદલ 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. રબારી અને ચૌધરી વચ્ચે થયેલ જૂથ અથડામણને કાબૂમાં લેવા દોડી ગયેલ બનાસકાંઠા પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં 4 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પરિસ્થિતિ પર કાબુ મેળવવા IG બે SP સહિત સહિત 300થી વધુ પોલીસ ઉણ ગામમાં પહોચ્યાં છે. ઉણ ગામ ફેરવાયું પોલીસ છાવણી. પરિસ્થિતિ કાબુમાં બનાસકાંઠા IG પરીક્ષિતા રાઠોડ નું નિવેદન. ટોળાએ પોલીસ સાથે સંઘર્ષ થતા પોલીસે કર્યો બળ વાપર્યુ. પરિસ્થિતિ કાબુ કરવા ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે.

 

(11:12 PM IST)