તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th March 2026
બરોડા ડેરીની ચૂંટણી . ડેસર બેઠક પર ભાજપનાં ધારાસભ્ય કેતન ઈનામદારના અંગત એવા સુરપાલસિંહ પરમારની જીત
ચાર ટર્મથી જીતતા કુલદિપસિંહનો પરાજય : કહ્યું- કહ્યું- પોલીસ પાસે મતદારોને ધમકાવીને ભાજપના ધારાસભ્યે મતદાન કરાવ્યું

બરોડા ડેરી ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠકનું પરિણામ જાહેર થયું છે. ડેસર બેઠક પર ભાજપનાં ધારાસભ્ય કેતન ઈનામદારના અંગત એવા સુરપાલસિંહ પરમારની જીત થઈ છે. સુરપાલસિંહ પરમારનો માત્ર 5 મતનાં નજીવા માર્જિનથી વિજય થયો છે. છેલ્લી ચાર ટર્મથી આ બેઠક પરથી ડિરેક્ટર તરીકે ચૂંટાતા કુલદીપસિંહ રાઉલજીની કારમી હાર થઈ છે. હાર બાદ કુલદીપસિંહ રાઉલજીએ આક્ષેપ કર્યો છે કે, MLA કેતન ઈનામદાર અને ઉમેદવાર સુરપાલસિંહે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. ડેસર ઝોનમાં પોલીસ પાસે મતદારોને ધમકાવીને મત લીધા છે. કુલદીપસિંહનાં નિવેદન અંગે વિજેતા સુરપાલસિંહનો પલટવાર કર્યો છે. “હારેલા ઉમેદવાર આ પ્રકારનું નિવેદન આપે તે સ્વભાવિક છે તેમ જણાવ્યું હતું. જો “પોલીસનો ઉપયોગ કર્યો હોત તો કુલદીપસિંહને 38 મત પણ ન મળ્યા હોત તેમ જણાવ્યું હતું.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
