News of Thursday, 19th March 2026
જીતનગર સ્થિત નર્સિંગ સ્કૂલ ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ નું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના જીતનગર સ્થિત નર્સિંગ સ્કૂલ ખાતે પ્રથમ વર્ષના GNM તથા ANM તાલીમાર્થીઓ માટે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ નર્સિંગ વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવાની તથા માનવ સેવા માટે પ્રતિબદ્ધ રહેવાની શપથ લીધી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પી.આર. પટેલ (Dy. S.P.), ડો. હરેશ કોઠારી (CDMO), તેમજ ડો. દવે (ડીન, મેડિકલ કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ઇશિતા વ્યાસ તથા નર્સિંગ સ્કૂલના ફેકલ્ટી સભ્યો પણ હાજર રહ્યા હતા.
મહેમાનો દ્વારા તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવતાં તેઓએ નર્સિંગ વ્યવસાયની મહત્તા અને સમાજ સેવા માટેની તેની અગત્યની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સુચારૂ આયોજન નર્સિંગ સ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
