News of Thursday, 19th March 2026
અમદાવાદ શહેરમાં વહેલી સવારે અચાનક મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ, તીવ્ર ગતિના પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી: રાજકોટમાં પણ સવારે પવન ફૂંકાયો
વાતાવરણમાં આવેલા આ મોટા પલટાથી અને ઠંડા વરસાદી પવનના કારણે આકરી ગરમીથી પરેશાન શહેરીજનોને વહેલી સવારે મોટી રાહત મળી

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અણધાર્યો ફેરફાર નોંધાયો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ધૂળની આંધી સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. મીની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેનાથી વાહનચાલકોને કામકાજે જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેલા તાપમાનમાં આ ફેરફારથી ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવનો અને સામાન્ય છાંટા પડવાના કારણે શહેરીજનોએ કાળઝાળ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક મ્યુનિસિપલ વહીવટીતંત્રએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની સંભાવનાને પગલે એલર્ટ જારી કર્યું છે. *
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
