News of Thursday, 19th March 2026
તમામ ધર્મો - સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઇ, દત્તક લેવા હવે કોમન સિવિલ કોડ
પાંચ રાજ્યોની વિધાનસભા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ઊભો કરવા ભાજપ સજ્જ : લવ જેહાદ પર નિયંત્રણ આવશે, છેતરપિંડીના કિસ્સામાં મહિલાઓને રક્ષણ મળશેઃ બારોબાર લગ્નવિચ્છેદ પર પ્રતિબંધ, પુનઃ લગ્ન માટે ત્રીજા વ્યક્તિ સાથે લગ્ન કરવા પર રોકઃ લગ્ન અને લગ્ન કરારની નોંધણી કરાવવાની રહેશે

અમદાવાદ તા.૧૯: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલ માટે રચાયેલી જાસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતા હેઠળની સમિતિએ સોમવારે પોતાાનો વિસ્તૃત અને આખરી અહેવાલ સોંપ્યાના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેનો સ્વીકાર કરાયો હતો. આ અહેવાલના આધારે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા ૨૦૨૬' વિધેયકને મંજૂર કરી આગામી મંગળવારે વિધાનસભામાં સર્વગ્રાહી ચર્ચા માટે રજૂ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ થશે અને તેને ચર્ચાના અંતે ગૃહ પસાર કરશે. આ પછી રાજ્યપાલની વિધિવત મંજૂરી બાદ તેને ગુજરાતમાં લાગુ કરાશે. આ લાગુ થતાં જ ગુજરાતમાં પ્રવર્તમાન વિવિધ ધર્મ, સમુદાયો માટેના લગ્નો, છુટાછેટા, વારસાઇ માટેના એક જ કોમન સિવિલ કોડ લાગુ થશે. આની સાથોસાથ સાંપ્રત સમયમાં પ્રેમલગ્નની જેમ વધી રહેલી લીવ ઇન રિલેશનમાં રહેવાના કિસ્સાઓમાં નોંધણી ફરજિતા કરવા, આવા સંબંધોથી થયેલા સંતાનોને કાનૂની હક્કો આપવા, વારસાઇના હક્કો આપવાનું પણ સૂચિત કાયદામાં ઠરાવાયું છે. આ જ રીતે લઘુમતી સમાજમાં પ્રવર્તમાન લગ્ન વિચ્છેદ અને પુનઃ લગ્નની પધ્ધતિઓ પર રોક આવશે. દેશમાં ઉત્તરાખંડ પછી કોમન સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત ભાજપે પાંચ રાજ્યોની વર્તમાન સામાન્ય ચૂંટણી, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ઊભો કરવા માટે તૈયારીઓ કરી લીધી છે.
વિધેયકથી, ધર્મ, જાતિ, સંપ્રદાય અથવા લિગને ધ્યાનમાં લીધા સિવાય, રાજ્યના તમામ નાગરિકો માટે દીવાની (સિવિલ) બાબતોનું સંચાલન કરતું એક સમાન કાનૂની માળખું પૂરું પાડીને, આ ભલામણને અમલમાં મુકવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ ધર્મનિરપેક્ષતા, લિગ, ન્યાય અને સામાજિક સુધારાના સિધ્ધાંતોને સમર્થન આપવાનો છે, જેનાથી સમાજની એકતા અને અખંડીતતા મજબૂત બનાવી શકાય. ‘આ વિધેયક, એવા વિશ્વાસ સાથે રજૂ કરવામાં આવ્યું છે કે, સમાન નાગરિક સંહિતા, ફક્ત સંવિધાનના ઘડવૈયાઓના દૂરંદર્શિતાને પરિપૂર્ણ જ નહીં પરંતુ રાજ્યમાં નિષ્પક્ષતા, સમાવેશકતા અને પ્રગતીશીલ સમાજિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપશે.' તેમ જણાવાયું છે.
લગ્નની વિધિ, લગ્ન કરાર માટે સૂચિત કાયદામાં જોગવાઇ સૂચવાઇ છે. લીવ ઇન રિલેશનમાં રહેનાર પુખ્ત વયના ષી, પુરુષે રિલેશનશીપમાં છે અથવા જોડાવાના છે તેવું લેખિતમાં નિયત રજિસ્ટ્રાર પાસે નોંધાવવાનું રહેશે. જ્યારે લગ્ન-કરાર સમયે પુરુષની ૨૧ અને ષીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેમજ અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ લગ્ન પ્રતિબંધિત ન હોય તેવા કિસ્સામાં લગ્નવિધિ કે લગ્ન કરાર કરી શકશે. તેની નોંધણી કરાવવાની રહેશે. એક પુરુષ અને એકસ્ત્રી વચ્ચેના લગ્નવિધિ કે કરાર તેમની રૂઢીગત પ્રથાઓ, ધાર્મિક માન્યતાઓ, વિધિઓ, સંસ્કારો અને ધાર્મિક વિધિ મુજબ કરવા જોઇએ. જેમ કે સપ્તપદી, આશીર્વાદ, નિકાહ, પવિત્ર સંઘ, આનંદ કરજ, આર્ય સમાજી વૈદિક વિધિ, નિસ્સુઇન અને મંગળફેરા ઉપરાંતની વિધિ, માન્યતા.
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, ૨૦૦૬ હેઠળ અગાઉથી નોંધાયેલા હોય તે સિવાય, આ સંહિતા અમલમાં આવે તે પહેલાં જેમણે વિધિવત કરેલા લગ્નો અને લગ્ન કરારોની નોંધણી કરાવવાની રહેશે. આ માટે કોઇપણ એક પક્ષકાર લગ્ન સમયે રાજ્યનો રહેવાસી હોય તે તમામને આ લાગુ પડશે. આ જ રીતે રાજ્ય બહાર લગ્નવિધિ કે કરારથી જોડાનાર પણ નોંધણી કરાવી શકશે. કાયદો અમલમાં આવ્યા પછી કોર્ટ થકીથતાં છુટાછેટાની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવી શકશે. રજિસ્ટ્રાર પક્ષકારોને સાંભળ્યા પછી જ છુટાછેટા માન્ય કરશે.
સમાજમાં અનેક વખત છદ્મરીતે નામ અટક બદલીને છોકરીઓને ફસાવી લગ્ન કરવામાં આવતા હોય છે. આવા લગ્નોમાં છોકરીને માલુમ થાય કે તેને અન્ય ષી સાથે પણ શારીરિક સંબંધો છે અથવા તો છેતરપિડી કરીને લગ્ન કર્યા છે એવા કિસ્સાઓમાં છુટાછેટા અને ભરણપોષણ માટે મહિલા હક્કદાર બનશે. ઘણી વખત મહિલાઓને ધાકધમકી, બળજબરી, જબરદસ્તીથી સંમતિ મેળવીને લગ્ન કરાયા હોય તેમાં પણ લગ્ન રદ થઇ શકશે. લગ્ન સમયે પત્ની પતિ સિવાયના પુરુષથી ગર્ભવતી થઇ હોય અથવા પતિએ લગ્ન સમયે પત્ની સિવાયની કોઇસ્ત્રીને ગર્ભવતી બનાવી હોય એવા કિસ્સા ઉપરાંત લગ્ન સમયે ઓળખ છુપાવી હોય તેવા કિસ્સામાં લગ્ન રદ બાતલ કરી શકાશે. આ જ રીતે લગ્નવિધિ કેકરારના કિસ્સામાં અરજદાર સિવાયની અન્ય વ્યક્તિ સાથે સ્વૈચ્છિક શારીરિક સંબંધો સ્થાપ્યા હોય, અરજદાર સાથે ક્રૂર વર્તન થયુ હોય, અરજદારને બે વર્ષ કરતાં ઓછા સમયમાં ત્યાગ કરી દીધોહોય તેવા કિસ્સામાં છૂટાછેડા મેળવી શકશે.
લગ્નના કોઇપણ પક્ષકારના કોઇ રૂઢિ રિવાજ, પરંપરા, અંગત કાયદા અથવા તેનાથી વિરુદ્ધનો કોઇપણ અધિનિયમન હોય તેમ છતાં, આ સંહિતાના અમલ પહેલા અથવા પછી વિધિવત કે કરારથી કોઇપણ લગ્નનો કોઇપણ રીતે વિચ્છેદ કરી શકાશે નહીં. એ જ રીતે પુર્નલગ્ન કરવાના અધિકારમાં, છૂટાછેડા લીધેલા જીવનસાથી સાથે, પુનઃ લગ્ન પહેલાં ત્રીજા વ્યકિત સાથે લગ્ન કરવા જેવી કોઇ શરત વિના પુનઃ લગ્ન કરવાનો અધિકાર મળશે. લગ્ન રદ અથવા છુટાછેટાના કિસ્સામાં આવા લગ્ન થકી થયેલું સંતાન કાયદેસરનું ગણાશે.
ગુજરાતમાં ૧૫ ટકા અનુસૂચિત જનજાતિ (ST) તથા ૬.૭૪ ટકા વસતિ અનુસૂચિત જાતિ (SC)ની છે. ૨૦૧૧ની વસતિ ગણતરીના આંકડાપ્રમાણે સંખ્યાની દ્રષ્ટીએ વસતિ ૮૯.૧૭ લાખ તથા ૪૦.૭૪ લાખ વસતિ છે. તેમાં આદિવાસી (ST) સમાજના વિવિધ પ્રકારની પેટા જ્ઞાતિઓ મુજબ લગ્ન, છૂટાછેડા અને વારસાઇના રિવાજો છે. સમાન નાગરિકત સંહિતામાં આ બન્ને સમાજને કેવી રીતે સમાવાશે તેને અંગે અનેક પ્રકારના મતમતાંતરો પ્રવર્તતા હતા. જોકે, સૂચિત કાયદામાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે. સૂચિત ડ્રાફટ એક્ટમાં જણાવાયું છે કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ ૩૪૨ સાથે વાંચતાં અનુચ્છેદ ૩૬૬ના ખંડ (૨૫)ના અર્થ મુજબ અનુસૂચિત જાતિના સભ્યો અને ભારતના સંવિધાનના ભાગ ૨૧ હેઠળ પરંપરાગત અધિકારો સુરક્ષિત કરવામાં આવ્યા છે તેવી વ્યક્તિઓ અને વ્યક્તિઓના જૂથને કોમના સિવિલ કોડ લાગુ પડશે નહીં. એટલે કે અનુસૂચિત આદિજાતિ તથા વ્યક્તિઓના અમુક અન્ય સમુહ જૂથોને આ કાયદો લાગુ પડશે નહીં.
કોમને સિવિલ કોડ, ગુજરાત કોને લાગુ પડશે એમાં રહેવાસીની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરાઇ છે. રાજ્ય સરકારના જાહેરનામાથી રહેવાસી હોવાને પાત્ર હોય, રાજ્ય સરકારના અથવા તેના અન્ડર ટેકિંગ, એકમોનો કાયમી કર્મચારી, આ જ રીતે કેન્દ્ર સરકારના કાયમી કર્મચારી હોય, રાજ્યમાં લાગુ પડતી અને રાજ્ય સરકાર દ્વારા આ હેતુ માટે જાહેર કરાયેલી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઇપણ યોજનાનો લાભાર્થી હોય, અથવા ગુજરાતમાં જન્મેલા હોય અને તેમના માતાપિતા ગુજરાતના રહેવાસી હોય અથવા ગુજરાતમાં સ્થાવર મિલકત ધરાવતા હોય, પરંતુ આવી વ્યક્તિનું અન્ય કોઇ રાજ્યમાં નિવાસસ્થાન ન હોય તેમને કાયદો લાગુ પડશે. આ ઉપરાંત દસ વર્ષથી સતત રાજ્યમાં રહેતા હોય, તેવા ગુજરાત રાજ્યના પ્રદેશોમાં રહેતા હોય કે બહાર રહેતા હોય તેવા ભારતીય નાગરિકોને પણ લાગુ પડશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
