News of Thursday, 19th March 2026
ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે અંબાજી

રાજકોટ : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરની ચાલતી પ્રણાલિકા મુજબ ચૈત્ર સુદ ૧ (એકમ) તા. ૧૯ (ગુરૂવાર) થી ચૈત્ર સુદ ૦૮ (આઠમ) તા. ૨૬ (ગુરૂવાર) સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબ રહેશે.
ઘટ સ્થાપન ચૈત્ર સુદ - ૧ (એકમ) ગુરૂવાર તા. ૧૯ના આશરે સવારે ૭:૩૦ કલાકે. આરતી સવારે - ૭ થી ૭:૩૦, દર્શન સવારે - ૭:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ - ૧૨ કલાકે, દર્શન બપોરે - ૧૨:૩૦ થી ૪:૩૦, આરતી સાંજે - ૯ થી ૯:૩૦, દર્શન સાંજે - ૭:૩૦ થી ૯ સુધી. ચૈત્ર સુદ - ૮ (આઠમ) તા. ૨૬ના રોજ આરતીનો સમય સવારે ૬ કલાકે, ચૈત્ર સુદ - ૧૫ (પૂર્ણિમા) તા. ૦૨/૦૪ના રોજ આરતીનો સમય સવારે ૬ કલાકે રહેશે.
તા. ૨૯/૦૩થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
