News of Thursday, 19th March 2026
બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે થયેલી બબાલના મામલે પોલીસે FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કર્યું
હુમલામાં વપરાયેલા લાકડી સહિતના હથિયારો જપ્ત કરાયા :વીડિયો અને ફોટોગ્રાફી દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ

બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે થયેલી બબાલના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું છે, જ્યાં હુમલામાં વપરાયેલા લાકડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વીડિયો અને ફોટોગ્રાફી દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. પોલીસ ટોળાને ઉશ્કેરનાર અને સભાનું આયોજન કરનાર વ્યક્તિઓની તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે નામજોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
