News of Thursday, 19th March 2026
આગામી 3 કલાક માટે કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ: 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને પાટણમાં પણ રેડ એલર્ટ જાહેર

અમદાવાદ : કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ. આગામી 3 કલાક રાજ્યના 9 જિલ્લા અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને પાટણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. 11 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 13 જિલ્લા અને દમણ – દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સાંજે 7 કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી છે
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
