<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રાજપીપળામાં ટ્યુશન ક્લાસમાં બાઇકો લઈ આવતા લબરમુછીયા પર લગામ જરૂરી

નાના નાના બાળકો બાઇક પર ક્લાસમાં અભ્યાસ માટે આવે પરંતુ ઓવર સ્પીડ ગાડી હંકારતા લોકો માટે જોખમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેર માં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસ માં અભ્યાસ માટે આવતા બાળકોમાં નાના બાળકો બાઇક લઈ બેફામ આવતા જતા હોય ક્યારેક રાહદારીઓ કે અન્ય વાહન સાથે અકસ્માત થાય તેમ હોય બાળકો પર લગામ જરૂરી છે

  પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા ટ્યુશન ક્લાસ ચાલે છે અને તેમાં બાળકો અભ્યાસ માટે આવે છે પરંતુ તેમાં કેટલાક નાના બાળકો કે તેમની લાઇસન્સ ની ઉંમર પણ નહી હોવા છતાં બાપના રૂપિયે તાગડધિંગા ની જેમ પોતે બાઇક લઈ આવતા હોય પરંતુ કેટલાક બાળકો ઓવર સ્પીડએ બાઇક હંકારી બીજા બાળકો સાથે જાણે રેસ લગાવી હોય તેમ બૂમાબૂમ કરી બેફામ બાઇક ચલાવતા હોય જે પોતાના અને અન્ય લોકો માટે જોખમી છે, જોકે ભૂતકાળ માં આ મુદ્દે પોલીસે પણ ડ્રાઇવ રાખી હતી છતાં કોઇજ ફેર પડ્યો નથી અને સ્થિતિ ત્યાંની ત્યાજ છે. જોકે બાળકો બાઇક લઈ આવતા જતા હોય તેમાં વાલીઓ જવાબદાર કહી શકાય માટે વાલીઓ એ પોતાના બાળક ના જીવ અને અન્ય લોકોના જીવ માટે ચિંતા કરી બાળકોન વાહન આપવું જ ના જોઈએ સાથે સાથે આરટીઓ અને પોલીસ વિભાગે પણ આ બાબતે તપાસ કરી કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

(11:04 PM IST)