<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

વિકાસ કામો માટે સરકાર પાસે નાણાંની કોઇ કમી નથીઃ ભૂપેન્‍દ્રભાઇ

પોરબંદરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વર્ચ્‍યુઅલ ગરિમામય ઉપસ્‍થિતિમાં તેમના હસ્‍તે જિલ્લાના ૪૧૩.૮૧ કરોડના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે ખાતમુહુર્ત સાથે ર૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સર્વોદય વન પ્રોજેકટ પોરબંદરને પર્યાવરણ અને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૦: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વર્ચ્‍યુઅલ ગરિમામય ઉપસ્‍થિતિમાં તેમના હસ્‍તે પોરબંદર જિલ્લાના ૪૧૩.૧૮ કરોડના વિકાસ કામોના ખાત મુહુર્ત અને લોકાપર્ણ બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇએ જણાવેલ કે પોરબંદરનો સાંસ્‍કૃતિક વારસોને ધ્‍યાને લઇને જિલ્લાનો સર્વાગી વિકાસ કરવાનું આયોજન કર્યુ છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ જણાવેલ કે મજબુત ફાઇનાન્‍સ મેનેજમેન્‍ટને લીધે વિકાસ કામો કરવા માટે સરકાર પાસે નાણાંની કોઇ કમી નથી.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ. ૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્‍ટ્‍સ અંતર્ગત અંદાજે રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. ૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્‍યમથી શુભકામના પાઠવી ‘વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્‍પોની ભેટ આપી હતી.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી એ જણાવ્‍યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્‍યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શળંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. ૨૯૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ. ૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

આ વિકાસ યાત્રામાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ ‘સર્વોદય વન' અને ‘મોકર સાગર વેટલેન્‍ડ' જેવા પ્રોજેક્‍ટ્‍સ દ્વારા ઇકો-ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્‍તારોમાં યોજના હેઠળ રૂ. ૨૦ કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે અને યુવાનોના કૌશલ્‍ય વર્ધન માટે માં નવા ભવનોનું નિર્માણ પણ કરવામાં આવ્‍યું છે.

સાંસ્‍કળતિક દ્રષ્ટિએ પોરબંદરના મહત્‍વને ઉજાગર કરતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, આગામી રામ નવમી થી શરૂ થતો માધવપુરનો મેળો એ માત્ર ઉત્‍સવ નથી પરંતુ ભગવાન શ્રીકળષ્‍ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગ દ્વારા પヘમિ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્‍યોને જોડતો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો અતૂટ સેતુ છે. પૂજ્‍ય ગાંધી બાપુની આ જન્‍મભૂમિ પર સ્‍વચ્‍છતા અને સેવાના મૂલ્‍યો સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્‍પને સાકાર કરવા માટે રાજ્‍ય સરકાર મક્કમ છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, સરકારના મજબૂત ફાઇનાન્‍સ મેનેજમેન્‍ટ દ્વારા વિકાસના કામો માટે સરકાર પાસે નાણાની કોઈ કમી નથી. મુખ્‍યમંત્રીશ્રીએ લોકોને આ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને વિકસિત ગુજરાત માટે પોરબંદરને લીડ લેતુ મહાનગર બનાવવા આહવાન કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇએ  પોરબંદરમાં નવું સાંસ્‍કળતિક વન બનવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં જણાવ્‍યું હતું કે યોગાનું યોગ વન મંત્રી પણ પોરબંદરના છે અને તેમના સંકલનમાં થતા વન પર્યાવરણના તેમજ બરડા  ડુંગર અને આ વિસ્‍તારના પર્યાવરણ લક્ષી વિકાસ કાર્યો થી આ જિલ્લાનો વિકાસ પર્યાવરણની સમતુલા સાથે આગળ વધશે. તેમણે કહ્યું કે મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ અને સુદામા નગરી એવા પોરબંદરમાં ભવ્‍ય સાંસ્‍કળતિક વિરાસત છે તેના મહત્‍વને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. રાજ્‍ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૧૦૦ કરોડના કામો કર્યા છે.

આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. પોરબંદર શહેરમાં આધુનિક સુવિધાઓ માટે માતબાર રકમ ફાળવવામાં આવી છે, જેમાં સ્‍ટ્રીટ લાઈટ માટે રૂ. ૫૫ કરોડ, છાયા આઈકોનિક રોડ માટે રૂ. ૧૬ કરોડ અને ઐતિહાસિક લાઈબ્રેરીના હેરિટેજ રિસ્‍ટોરેશન માટે રૂ. ૫ કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આગામી બજેટમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ‘રીજનલ સાયન્‍સ સેન્‍ટર'ની મંજૂરી આપવા બદલ તેમણે મુખ્‍યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્‍યો હતો. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પાસે જ્‍યારે પણ વિકાસ માટે જાઓ ત્‍યારે તેમણે સવાયું આપ્‍યું છે એમ કહીને તેઓએ રાજ્‍ય સરકારની વિકાસના કામો પ્રત્‍યેની કટિબદ્ધતા  વ્‍યક્‍ત કરી હતી. મંત્રીશ્રીએ કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના પ્રયાસોથી જિલ્લામાં  વિવિધ વિકાસ કાર્યો અને રાજ્‍ય સરકારના ઘેડના વિકાસ પ્રોજેક્‍ટની રૂપરેખા પણ આપી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઇએ વધુમાં ઉમેર્યું હતું કે, બરડા અને ઘેડ વિસ્‍તારના અંતરિયાળ રસ્‍તાઓના નવીનીકરણ માટે પણ કરોડો રૂપિયાની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે, જે આગામી સમયમાં જિલ્લાની કનેક્‍ટિવિટીમાં મોટો સુધારો લાવશે. વન વિભાગ દ્વારા રૂ. ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ‘સર્વોદય વન' વિશે વાત કરતા તેમણે જણાવ્‍યું કે, આ પ્રોજેક્‍ટ પોરબંદરને પર્યાવરણ અને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે તમામ વિકાસકામો ગુણવત્તાયુક્‍ત થાય તે માટે સરકાર સતર્ક છે અને પોરબંદરને એક મોડેલ જિલ્લો બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.

પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૦૧થી તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં શરૂ થયેલી વિકાસની પ્રક્રિયા રાજ્‍ય સહિત આજે પોરબંદરમાં ભવ્‍ય પરિણામો લાવી રહી છે. તેમણે મેડિકલ કોલેજ, કળષિ કોલેજ અને કાઉ સેન્‍ચ્‍યુરી જેવા મોટા પ્રકલ્‍પોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૧૦૦૦ કિલોમીટરથી વધુના રસ્‍તાઓનું જાળું બિછાવવામાં આવ્‍યું છે અને શહેરમાં પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે પાઈપલાઈન સહિતના માળખાગત કાર્યો પ્રગતિમાં છે.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીએ સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, પોરબંદર જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાટે અને પ્રગતિના પંથે સતત દોડી રહ્યો છે. તેમણે વહીવટી તંત્રની કામગીરીની વિગતો આપતા કહ્યું કે, નગરપાલિકા, આયોજન વિભાગ, અને ડિસ્‍ટ્રિક્‍ટ મિનરલ ફંડ (DMF) જેવી વિવિધ યોજનાઓ હેઠળ સતત ગ્રાન્‍ટ મેળવીને લોકોની સુખાકારી માટે હોસ્‍પિટલ, શાળાઓ, આંગણવાડીઓ અને રોડ-રસ્‍તા જેવા પાયાના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે. કલેક્‍ટરશ્રીએ ઉમેર્યું હતું કે, સોમનાથ અને દ્વારકાની વચ્‍ચે આવેલું પોરબંદર પ્રવાસન, ઉદ્યોગ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર જેવા તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહે તે દિશામાં સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, ડીસીએફ અરુણ કુમાર, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રભારી ડો. વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્‍યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:05 AM IST)