News of Friday, 20th March 2026
નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ભડકો શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓના સામૂહિક રાજીનામા
પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા :શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ગાઢ ઉથલપાથલ જોવા મળી રહી છે. શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધું છે. આ પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે. રાજીનામા આપનારાઓમાં પ્રદેશ મંત્રી, મહામંત્રી અને વોર્ડ પ્રમુખ સહિતના પદાધિકારી શામેલ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાસે પણ આ રાજીનામા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થવા પછી હવે કોંગ્રેસમાં પણ આવો દોર શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
