તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 20th March 2026
રાજ્યના મહાનગરોમાં તા. ૨૧ માર્ચથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શુભારંભ કરાવશે:રાજ્ય કક્ષાના મહોત્સવની સાથે રાજ્યભરમાં ૭૦૦થી વધુ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને મળશે સીધું વેચાણ પ્લેટફોર્મ:રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને મહાનુભાવો વિવિધ શહેરોમાં ઉપસ્થિત રહી મહોત્સવનો પ્રારંભ કરાવશે:મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો-મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારનો નાગરિકોને અનુરોધ

અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં ૮૫ અને અન્ય શહેરોમાં ૬૨૦ મળી રાજ્યભરમાં કુલ ૭૦૦થી વધુ સ્ટોલ્સ વિવિધ ખેડૂતો, FPO અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો સીધો અને યોગ્ય ભાવ મળશે.
આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણ જમાવશે. નાગરિકો અહીં મિલેટની શુદ્ધ બનાવટો ખરીદી શકશે અને મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનો પણ સ્વાદ માણી શકશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'શ્રી અન્ન' અભિયાનને વેગ આપવા માટે "ધરતીનું સોનું — શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ"ના મંત્ર સાથે આયોજિત આ મિલેટ મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો તેમજ મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
