<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૮૦ નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના આદેશ : વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર : જુઓ સંપૂર્ણ સૂચિ

ગાંધીનગર સચિવાલયથી મહેસૂલ વિભાગે સ્વવિનંતી અને વહીવટી કારણોસર નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપ્યો : આદર્શ આચારસહિતાના અમલ બાદ કર્મચારીઓને છૂટા કરવાના આદેશ સાથેની યાદી જાહેર

ગાંધીનગર:ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વર્ગ-૩ સંવર્ગના ૮૦ જેટલા કર્મચારીઓની જિલ્લા ફેરબદલીના હુકમો ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યા છે. સચિવાલય ખાતેથી બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર આદેશ મુજબ, સંબંધિત કલેક્ટરો મારફત મળેલી અરજીઓ અને વહીવટી વિચારણાને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફાળવવામાં આવેલા નવા જિલ્લાઓમાં હાજર થવા જણાવાયું છે.

બદલી પામેલા નાયબ મામલતદારોની સંપૂર્ણ યાદી:

મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ બદલી પામેલા કર્મચારીઓના નામ અને તેઓની નિમણૂકના જિલ્લાઓ નીચે મુજબ છે:

કે.પી. રાવલ (પોરબંદરથી છોટા ઉદેપુર), જીંકલ એસ. પ્રજાપતિ (નર્મદાથી ગાંધીનગર), વાય.ડી. ગઢવી (છોટા ઉદેપુરથી વાવ-થરાદ), રશ્મિકાંત કાંતિલાલ ચૌહાણ (જામનગરથી અમદાવાદ), બળવંતસિંહ ડી. તુવર (ડાંગથી આણંદ), જશવંતભાઈ એમ. માછર (પંચમહાલથી દાહોદ), સંદીપભારતી વિષ્ણુભારતી ગોસ્વામી (નવસારીથી અમદાવાદ), વી.સી. મોલડીયા (દેવભૂમિ દ્વારકાથી બોટાદ). પૂજા એમ. બેલાણી (દેવભૂમિ દ્વારકાથી અમદાવાદ), નેક્સ જી. સોલંકી (વલસાડથી અમદાવાદ), ભાવેશકુમાર પી. પાંડવ (નર્મદાથી સુરત), આરતી કે. ગઢવી (નવસારીથી ગાંધીનગર), નિકુંજ એચ. હડિયા (પોરબંદરથી ડાંગ), રશ્મિ વિનોદભાઈ પટેલ (ભરૂચથી નવસારી), રાકેશ એલ. ચૌધરી (દેવભૂમિ દ્વારકાથી વાવ-થરાદ), નરેશ પી. વણકર (દેવભૂમિ દ્વારકાથી નર્મદા), કિરણબેન વી. રબારી (બનાસકાંઠાથી ગાંધીનગર), ધરણીધરસિંહ રામદાન ગઢવી (નર્મદાથી ગાંધીનગર), વિક્રમસિંહ કે. ગોહિલ (દેવભૂમિ દ્વારકાથી ગાંધીનગર), એ.આર. કુમાર (પોરબંદરથી ભરૂચ), દિગ્વિજયસિંહ પી. ડોડિયા (રાજકોટથી બોટાદ), મહેશ વી. રબારી (નવસારીથી અમદાવાદ), કિંજલ વી. મકવાણા (જૂનાગઢથી અમદાવાદ), બળવંતકુમાર જે. ડાભી (રાજકોટથી બોટાદ), કે.સી. ચૌહાણ (બોટાદથી અમદાવાદ), નુસરત પરવીન અલ્લાઉદ્દીન અજમેરી (આણંદથી અમદાવાદ), સુરેશ એ. ચાવડા (દેવભૂમિ દ્વારકાથી અરવલ્લી), જે.આર. દેસાઈ (પાટણથી ગાંધીનગર).

શક્તિસિંહ વી. પરમાર (ગીર સોમનાથથી અમદાવાદ), ચેતનાકુમારી એમ. પટેલ (ભરૂચથી નવસારી), ડી.એમ. ગામીત (ગીર સોમનાથથી અમદાવાદ), ધીરેન્દ્રકુમાર જી. સાલવી (પોરબંદરથી અમદાવાદ), જગદીશ ડી. રોહિત (છોટા ઉદેપુરથી અમદાવાદ), ડી.એ. લિંબડ (ભાવનગરથી સુરેન્દ્રનગર), મુકેશ કે. જાદવ (પોરબંદરથી સુરેન્દ્રનગર), ડી.એ. પટેલ (ગીર સોમનાથથી ગાંધીનગર), બિપિનકુમાર પી. ખોખરીયા (છોટા ઉદેપુરથી બનાસકાંઠા), વિપુલચંદ્ર એસ. ઉગરાણી (વલસાડથી બનાસકાંઠા), ઘનશ્યામ એસ. મેણીયા (આણંદથી બોટાદ), વનરાજસિંહ આર. સોલંકી (પોરબંદરથી સુરેન્દ્રનગર), કિંજલબેન જી. પરમાર (ભરૂચથી અમદાવાદ), હેમાક્ષી નગીનદાસ ગરાસિયા (ભરૂચથી નવસારી), શૈલેષ એ. રબારી (નવસારીથી અમદાવાદ), જયપાલસિંહ જે. ચુડાસમા (ડાંગથી જામનગર), સી.બી. પ્રજાપતિ (છોટા ઉદેપુરથી પાટણ), સંજયભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (નવસારીથી ગાંધીનગર), રણજીતસિંહ એલ. ચાવડા (ડાંગથી અરવલ્લી), એમ.જે. પટેલ (મોરબીથી ગાંધીનગર).

નેહા એસ. રાવલ (ભરૂચથી વડોદરા), જીગર આર. પરમાર (ડાંગથી બોટાદ), ઉર્વશી બી. પટેલ (ભરૂચથી નવસારી), ભવિષા એસ. પટેલ (ભરૂચથી નવસારી), રીના કે. પટેલ (સુરતથી અમદાવાદ), એન.સી. રાવ (સાબરકાંઠાથી ગાંધીનગર), સાજનબેન આર. રાઘવાણી (ભાવનગરથી બોટાદ), ધર્મેશ કે. દેસાઈ (દેવભૂમિ દ્વારકાથી અમદાવાદ), વિજયકુમાર વી. દેસાઈ (વલસાડથી અમદાવાદ), હેતલ હરગોવિંદભાઈ શાહ (વલસાડથી અમદાવાદ), શીતલ આર. જાની (છોટા ઉદેપુરથી મહેસાણા), નિલેશ લાભુભાઈ મકવાણા (વલસાડથી મોરબી), અલેક્ષ વી. વળવાઈ (મહીસાગરથી ગાંધીનગર), લતાબેન સી. પરમાર (તાપીથી મહેસાણા), એચ.પી. નલવાયા (દેવભૂમિ દ્વારકાથી પંચમહાલ), જી.એ. જાડેજા (ભાવનગરથી અમદાવાદ), જી.સી. બારિયા (દેવભૂમિ દ્વારકાથી છોટા ઉદેપુર), નરેન્દ્ર એમ. ચૌધરી (દેવભૂમિ દ્વારકાથી ખેડા), ડિમ્પલકુમારી એ. ચૌધરી (ડાંગથી તાપી).

કાજલબેન જે. પટોળીયા (દેવભૂમિ દ્વારકાથી મહેસાણા), એમ.જે. સંઘાણીયાત (વલસાડથી અમદાવાદ), હેતલ પી. વાઘેલા (ભરૂચથી ગાંધીનગર), પ્રકાશકુમાર પ્રભુભાઈ પાંડોર (ડાંગથી અમદાવાદ), કલ્પેશ વી. રાવ (દાહોદથી અરવલ્લી), બીજલ એ. પટેલ (નર્મદાથી અમદાવાદ), અજયસિંહ આર. રાઠોડ (તાપીથી અમદાવાદ), નીતિન ડી. ધોળકિયા (દેવભૂમિ દ્વારકાથી અમદાવાદ), દિવ્યાબેન કે. લુવા (પોરબંદરથી જૂનાગઢ), રવિન્દ્ર એન. ડામોર (ડાંગથી પંચમહાલ), યોગેશ એલ. પટેલ (ભરૂચથી નવસારી), રાધાબેન ટી. બારંડા (બનાસકાંઠાથી અરવલ્લી) અને ડી.આર. ગરાસિયા (ડાંગથી પંચમહાલ) નો સમાવેશ થાય છે.

બદલી માટેની શરતો અને આચારસહિતાનો અમલ:
આ હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વવિનંતીથી બદલી મેળવનાર કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ભાડાભથ્થું કે જોઈનિંગ ટાઈમ મળવાપાત્ર થશે નહીં. વધુમાં, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી ૨૦૨૬ અન્વયે આદર્શ આચારસહિતા અમલમાં હોવાથી, જે કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા છે તેઓને આચારસહિતાનો અમલ પૂર્ણ થયા બાદ જ છૂટા કરવામાં આવશે. જો કોઈ કર્મચારી આ બદલી માટે ઈચ્છુક ન હોય, તો તેઓએ બે દિવસમાં કારણોસહ રિપોર્ટ કરવાનો રહેશે. મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલની સહીથી આ હુકમ જારી કરવામાં આવ્યો છે.

(9:34 PM IST)