News of Friday, 20th March 2026
કેવડિયા રાજપીપળાથી અંકલેશ્વર રેલવે લાઈન જોડવા સાંસદમાં મનસુખભાઈ વસાવાની રજુઆત
વડોદરાથી કેવડિયા આવતી ટ્રેનો જો સીધી રાજપીપળાને જોડી અંકલેશ્વર થઈ મુંબઈ જાય તો ટ્રાફિક વધુ મળે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ તાજેતરમા સાંસદમાં રાજપીપળા રેલવે લાઈનનો મુદ્દો ઉઠાવ્યો, તેમને સરકારમાં રજુઆત કરી કે કેવડિયા સુધી ટ્રેનો આવે છે દિલ્હી મુંબઈ, અમદાવાદ વડોદરા થી ટ્રેનો આવે છે પણજેમાં જોઈએ એવો ટ્રાફિક રહેતો નથી કારણ કે વડોદરાથી કેવડિયા એકતાનગર ટ્રેનો આવે છે પછી પાછી વડોદરા જાય અને તેના નિયત રુટ પ્રમાણે જાય છે. પરંતુ જો ટ્રેન એકતાનગરથી રાજપીપળા જોડી દેવામાં આવે અને ત્યાંથી તૈયાર રુટ અંકલેશ્વર રૂટ પરથી સીધી ટ્રેન મુંબઈ અને સાઉથમાં જાય આમ એક મોટો કોરિડોર બને એટલે કેવડિયા એકતા નગરથી રાજપીપળા લાઈન જોડવામાં આવે અને અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઈન તૈયાર છે જેને ખાલી ઇલેક્ટ્રિક બનાવવાની છે. તો એકતાનગર અને રાજપીપલા ટ્રેનોનો ટ્રાફિક વધુ રહે દિલ્હીથી આવતી મોટાભાગની ટ્રેનો એકતાનગર -રાજપીપળા - અંકલેશ્વર થઇ ને મુંબઈ અને ચેન્નાઇ સુધી જઈ શકે તો આ એકતાનગર થી રાજપીપલા નવી રેલવે લાઈન નાખવા સાંસદે માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના વિકાસ માં કેવડિયા એકતાનગર વિસ્તારનો વધુ વિકાસ થયો જયારે જિલ્લાનું પાટનગર રાજપીપલા વિકાસથી વાંછિત રહી ગયું છે. જો આ રેલવે લાઈનથી જોડવામાં આવે તો આ શહેરનો પણ વિકાસ થાય તેમ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સહેરાવથી તિલકવાડા અને રામપુરા થી રેંગણ્ બે મોટા બ્રીજો બનાવવાના નક્કી કર્યા છે જો તિલકવાડાથી પણ રાજપીપળાને જોડાવા માં આવે તો પણ એક નેશનલ રુટ સાથે રાજપીપલા જોડાય અને ટ્રાફિક સૌથી વધુ જોવા મળે માટે સરકાર આ બાબતે જરૂર વિચારે એવી સ્થાનિક લોકોની પણ માંગ છે
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
