News of Friday, 20th March 2026
નર્મદા પરિક્રમાના રામપરા ઘાટ ખાતે સ્નાનગૃહના ટેન્ટમા શોર્ટ સર્કિટથી આગની ઘટના બની
જય ભોલે ગ્રુપ અને સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરી આગ ઓલવી હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પરિક્રમાનો આરંભ થયો છે જેમાં વહીવટી તંત્ર એ ઘણી સુવિધા ઉપલબ્ધ કરી છે જેના કારણે પરિક્રમામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે જોકે ક્યારેક આકસ્મિક કારણોસર તકલીફ ઊભી થાય જેમાં રામપરા ઘાટ પર તંત્ર દ્વારા ઊભા કરાયેલા સ્નાન કરવાના ટેન્ટ માં આગ ની ઘટના બની હતી
મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ માટે કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અંતર્ગત ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, શુદ્ધ પીવાના પાણી માટે વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટ જેવી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત વિશાળ વોટરપ્રૂફ ડોમ, આરામદાયક બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોય જેમાં રામપરા ઘાટ ઉપર સ્નાનગૃહ ના ટેન્ટ માં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમા જય ભોલે ગ્રુપ અને સ્થાનિક લોકોએ મળી આ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ માં કોઈ ને કઈ થયું નથી માટે સૌએ હાશકારો અનુભવ્યો હતો.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
