તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th March 2026
રાણપુરમાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગરની ટીમના દરોડા :રૂ. 45 લાખનો મુદામાલ જપ્ત
ગેરકાયદે ખનન કરી રહેલા 2 શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ખાણ ખનીજ વિભાગે પંથકમાં સક્રિય અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. રાણપુરની સુખભાદર નદીના પટમાં ખનીજ ચોરી થતી હોવાની સચોટ બાતમીના આધારે અધિકારીઓએ રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન રેતી ખનન માટે વપરાતા મશીનો અને વાહનો સહિત અંદાજે રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન કરી રહેલા 2 શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ખાણ ખનીજ વિભાગે પંથકમાં સક્રિય અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
