તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 21st March 2026
આણંદના ઉમરેઠમાં રમઝાન ઈદ પૂર્વે પોલીસનું સઘન ચેકિંગ
ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ની સીધી દેખરેખ હેઠળ સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

આણંદ : પવિત્ર રમઝાન ઈદના તહેવારને અનુલક્ષીને આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ની સીધી દેખરેખ હેઠળ સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર લગામ કસવાનો અને જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
