<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

અમદાવાદની મયુર ડાયકેમ ઉપર આઇટીના દરોડા

વટવા, પાદરા, અમદાવાદ સહિત ર૦ થી વધુ સ્‍થળોએ તપાસ

રાજકોટ, તા., ર૧: અમદાવાદની જાણીતી કેમીકલ કંપની મયુર ડાયકેમના ગૃપ ઉપર ગઇકાલે આવકવેરા વિભાગે દરોડા પાડયા છે.

અમદાવાદની ઇન્‍વેસ્‍ટીગેશન વિંગ દ્વારા અમદાવાદ-વડોદરા ખાતે કેમીકલનું કામ કરતી ટોચની મયુર ડાયકેમના માલીકમયુરભાઇ પટેલ, સુજલ પટેલના વટવા, પાદરા, અમદાવાદની ફેકટરી સહિતના ર૦ સ્‍થળોએ ૮૦ થી વધુ આયકર પદાધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

મયુર ડાયકેમ ગૃપ દ્વારા ડાઇઝના ઉત્‍પાદન ક્ષેત્રે કાર્યરત છે. બોગસ બીલીંગ અને સ્‍ટોક તેમજ અન્‍ય રોકડના મામલે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

(11:42 AM IST)