<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગુજરાત પર કુદરતની ‘વજ્રઘાત’ ૨૫ થી ૩૧ માર્ચમાં મીની વાવાઝોડું અને ભારે માવઠાનો ખતરો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ધાક : અત્યાર સુધી જે જોયું ઍ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હજુ બાકી છે!

અમદાવાદ : ગુજરાતના વાતાવરણમાં ફરી ઍકવાર મોટો ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્ના છે. જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સહમાં કુદરતી આફત ત્રાટકવાની ભીતિ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના શિરે ‘મીની વાવાઝોડા’નું જોખમ તોળાઈ રહ્નાં છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.
અંબાલાલ પટેલના મતે, માર્ચ મહિનામાં હજુ વધુ ૩ પડ્ઢિમ વિક્ષેપ ગુજરાતના વાતાવરણને હચમચાવશે. ખાસ કરીને ૨૫ અને ૨૬ માર્ચના રોજ નવો વિક્ષેપ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠેર-ઠેર પવન ફૂંકાશે.
સૌથી વધુ ચિંતાજનક સમયગાળો ૨૮ થી ૩૧ માર્ચનો રહેશે. આ ચાર દિવસો દરમિયાન રાજ્યમાં અત્યંત શક્તિશાળી વિક્ષેપ અને વાવાઝોડા સાથે ભારે માવઠું (કમોસમી વરસાદ) પડવાની શક્યતા છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની હોવાથી કાચા મકાનો અને ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. 

(1:12 PM IST)