તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Sunday, 22nd March 2026
યાત્રધામ ડાકોરમાં યુદ્ધની અસર :કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે તો તુરત ભોજનશાળા ફરીથી કાર્યરત કરાશે
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી ભોજન પ્રસાદી હાલ બંધ

ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી ભોજન પ્રસાદી હાલ બંધ કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની સીધી અસર ડાકોરમાં જોવા મળી છે.
ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારના રોજ અહીં 2 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદી લેતા હતા, જ્યારે બાકીના દિવસોમાં આશરે 1 હજાર જેટલા ભક્તો આ લાભ લેતા હતા. આ ભોજનશાળામાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હતી. જેવી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂર્તિ થશે, તેવી જ આ ભોજનશાળા ફરીથી કાર્યરત કરવામાં આવશે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
