<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે ઉમટ્યું માનવ મહેરામણ.

અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા

પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું . આજે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના સંયોગ સાથે જ વહેલી સવારે ભીડ ઉમટી પડી હતી , માતાજીના નિજ મંદિર તેમજ પ્રાંગણ અને પગથિયા પર માઈભક્તો કીડિયારાની માફક ઉમટી પડેલા જોવા મળ્યાં હતા . ચૈત્ર નોરતાના રવિવારે માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. અમદાવાદ, વડોદરા ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના માઇભક્તો પણ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટયા હતા  ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર ધ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો હતો  .

(5:49 PM IST)