હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd March 2026
અમદાવાદમાં વાલીઓને મોટી રાહત :નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં નહીં થાય વધારો
સ્કૂલ વર્ધી એસોસિએશન અને વાલીઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો

અમદાવાદ : નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વર્ધી એસોસિએશન અને વાલીઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સત્રમાં સ્કૂલ વાન કે રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. વર્ષ 2024માં જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે 2024માં ત્રણ વર્ષના અંતરાલ બાદ ભાડા વધારાયા હતા, પરંતુ આ વર્ષે વધતી મોંઘવારી વચ્ચે પણ વાલીઓ પર વધારાનો આર્થિક બોજ ન નાખવાનો પ્રશંસનીય નિર્ણય એસોસિએશને લીધો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
