<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

અમદાવાદના આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: પોલીસે 65 જેટલા ગેસના બાટલા જપ્ત કર્યા

ગેસના બાટલામાંથી ગેસ કાઢીને અન્ય બોટલમાં ભરી કાળાબજારી કરવાનું રેકેટ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો

અમદાવાદ શહેરમાં રાંધણ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. ગેસના બાટલામાંથી ગેસ કાઢીને અન્ય બોટલમાં ભરી કાળાબજારી કરવાનું રેકેટ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. 

 આનંદનગર પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ ગેસ એજન્સીઓના કુલ 65 ગેસના બોટલ મળી આવ્યા હતા. આ શખ્સો ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે રીતે ગેસ કાઢીને તેનું રિફિલિંગ કરી ગ્રાહકોને ઊંચા ભાવે વેચતા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:16 PM IST)