<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની નિર્મમ હત્યા કરી નાસ્તો કરવા ગયેલા મિત્રએ જ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા

સામાન્ય ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન આવાસ પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, બે મિત્રો બાઈક પર સાથે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

(8:05 PM IST)