તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
વાઘોડિયાના આલમગઢ ગામે તળાવમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા: 2નો આબાદ બચાવ : હજુ 2 લાપતા
જરોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા યુવાનોને શોધવા તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાનો અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા. જોકે, હજુ પણ બે યુવાનો પાણીમાં લાપતા હોવાથી તેમની શોધખોળ તેજ ગતિએ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા યુવાનોને શોધવા તપાસ હાથ ધરી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
