તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
ઉમરગામની વિવા કંપનીમાં ભીષણ આગ:પ્લાસ્ટિકના કારણે આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ: બ્રિગેડ કોલ જાહેર
પ્લાસ્ટિકની શીટો બનાવતી આ કંપનીમાં લાગેલી નાનકડી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે આવેલી વિવા પેનલ કંપનીના પ્લાન્ટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકની શીટો બનાવતી આ કંપનીમાં લાગેલી નાનકડી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો છે અને અનેક ટીમો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ પ્રત્યેની ઉદાસીનતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે, જે આવી મોટી હોનારતોનું મુખ્ય કારણ બની રહી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
