<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

વાવાઝોડામાં માંગરોળ ગામના ખેડૂતના 700 કિલો પપૈયાં તૂટી પડતા મોટું નુકશાન

વાવાઝોડાના કારણે આખેઆખા પપૈયાં નીચે પડી જતા ખેડૂતને નુકશાન

(ભરત શાહ દ્વારા ) નર્મદા :હાલમાં ફૂંકાયેલા જોરદાર વાવાઝોડા માં નર્મદા જિલ્લામાં અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે જેમાં નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ખેડૂતનો પેપૈયાનો પાક નાશ પામતા ખેડૂતને આર્થિક નુકશાન થયું હતું.

  મળતી વિગતો અનુસાર માંગરોળ ગામના ખેડૂત મહેશભાઈ શંકરભાઈ પટેલના લગભગ 700 કિલો થી વધુ પપૈયાં વાવાઝોડાના કારણે નીચે પડી જતા મોટું નુકશાન થયું હતું. કુદરતી આફત એવા વાવાઝોડામાં અનેકવાર ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે.
આમ તો દર ચોમાસા માં નર્મદા જિલ્લામાં અનેક ખેડૂતોના પાક ધોવાઈ જાય છે ત્યારે હાલમાં વાવાઝોડાના કારણે ઘણા ખેડૂતોને નુકશાન થયું હોય જેમાં માંગરોળ ગામના મહેશભાઈ પટેલ ના 700 કિલોથી વધુ પપૈયાં તૂટી પડતા મોટું નુકશાન થયું હોય આ કુદરતી આફતમાં સરકાર તરફથી સહાય મળે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

(8:59 PM IST)