તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd March 2026
સુરતના પાંડેસરા પોલીસને મોટી સફળતા :સોનગઢના જંગલોમાંથી હત્યાનો ફરાર આરોપીને ઝડપી લેવાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા રીઢા ગુનેગારને ઝડપી લીધો

સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી કેદી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડે, જે છેલ્લા દોઢ મહિનાથી પોલીસને હંફાવી રહ્યો હતો, તેને પાંડેસરા પોલીસે અત્યંત સાહસિક રીતે દબોચી લીધો છે. પેરોલ પર મુક્ત થયા બાદ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલા આ આરોપીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું જાળ બિછાવ્યું હતું.
આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસે આવેલા ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જંગલના દુર્ગમ વિસ્તારમાં છુપાઈને રહેલા દીપક પાંડેને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડ્યો હતો. દોઢ મહિના સુધી સતત લોકેશન બદલીને પોલીસની આંખમાં ધૂળ નાખનાર આરોપી આખરે કાયદાના શિકંજામાં આવી ગયો છે. પોલીસની આ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાલમાં પાંડેસરા પોલીસે આરોપી દીપક પાંડેની કાયદેસરની અટકાયત કરી છે અને તેને ફરીથી સુરતની લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પેરોલ જમ્પ કરવાના મામલે પણ તેની સામે અલગથી ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવશે. આ સફળ ઓપરેશન દ્વારા પાંડેસરા પોલીસે એ સાબિત કર્યું છે કે ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે કાયદાના હાથથી લાંબો સમય બચી શકતો નથી.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
