News of Sunday, 22nd March 2026
જુનાઘાટા ગામમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂના ઘાટા ગામમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર યોગેન્દ્રભાઇ પરસોત્તમભાઈ વસાવા, રહે.જુનાઘાટા ઉપલુ ફળીયુ નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કેતનભાઈ લાલસીંગભાઇ વસાવા (ઉ.વ.૨૧ )(રહે. જુનાઘાંટા તા.નાંદોદ જી.નર્મદા) નાનો ફરીયાદીની દીકરીને ગઇ તા.૧૬/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના આશરે સવા પાંચેક વાગ્યે તેમના ઘરના પાછળ વાડામાંથી તેમની દીકરી પ્રિયા જે સગીર વયની હોવાનુ જાણવા છતા કેતનભાઇ વસાવા તેને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેમની જાણ બહાર અપહરણ કરી લઇ જઇ ગુનો કરતા આમલેથા પોલીસે કેતન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
