<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

નર્મદા જિલ્લાના પત્રકારોને એસપી કચેરી દ્વારા મળતા ક્રાઇમ રિપોર્ટના મેલ નિયમિત નહીં મળતા રોષ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : આમ તો ગુજરાત રાજ્યમાં જિલ્લા પોલીસ વડાની કચરીમાંથી દરેક નોંધાયેલા પત્રકારોના ઇમેલમાં દિવસ દરમિયાન બનેલા ગુનાની વિગતનો મેલ આવતો હોય છે પરંતુ ઘણા સમયથી નર્મદા જિલ્લાના પત્રકારોને મેલમાં ક્રાઈમ રિપોર્ટ નહીં મળતા પત્રકારોમાં રોષ જોવા મળે છે

નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી માંથી જિલ્લાના પત્રકારોને મળતા ડેઇલી ક્રાઇમ રિપોર્ટના મેલ નહીં મળતા જિલ્લામાં બનેલા ગુનાઓ બાબતે પત્રકારો કંઇ લખી શકતા નથી તો શું પત્રકારોને ગુનાઓથી અજાણ રાખવા આવું કરાઈ છે કે અન્ય કોઈ કારણોસર મેલ મળતા નથી તે એક સવાલ છે. ઘણા વર્ષોથી જિલ્લાના પત્રકારોને નિયમિત આખા દિવસમાં બનેલા ગુનાઓ ની વિગત ના મેલ પત્રકારો ને આપવામાં આવતા હતા પરંતુ હાલ ઘણા લાંબા સમયથી આ મેલ મળતા નહી હોવાથી પત્રકારો ગુનાઓ બાબતે લખી શકતા નથી, જોકે કેટલાક પત્રકારો ને આ મેલ મળતા હોવાનું જાણવા મળે છે તો અમુક જ પત્રકારોને કેમ મેલ મોકલવામાં આવતા નથી તેવા સવાલ અહીં ઊભા થાય છે. જિલ્લામાં બનેલા ગુનાઓ બાબતે જો પત્રકારો જ અજાણ રહે તો લોકો સુધી આ બાબત કઈ રીતે પહોંચી શકશે. 
જ્યારે પોલીસ વિભાગ ગુનો ડિટેક્ટ કરે ત્યારે તૈયાર પ્રેસ નોટ બનાવી પોલીસ પત્રકારોને મોકલી પોતાની વાહવાહી મેળવે છે અને પત્રકારો પણ પોલીસની કામગીરીને બિરદાવવા આ ન્યૂઝ પ્રસિદ્ધ કરે છે તો નિયમિત ગુનાઓનો મેલ કેમ મોકલવામાં આવતો નથી..? આ માટે લાગતા વળગતા પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને રજૂઆત કરવા છતાં સ્થિતિ સુધરતી નથી અને મેલ મળતા નથી માટે જિલ્લા પોલીસ વડા આ માટે યોગ્ય કાર્યવાહી કરી દરેક નોંધાયેલા પત્રકારો ને નિયમિત મેલ મળે તે દિશામાં પગલા લે તેવી માંગ છે.

(10:37 PM IST)