<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા પિતાએ પોતાની જ સાવકી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો

મહિલા ઘરની ગેલેરીમાં કપડાં સુકવતી હતી ત્યારે અચાનક બાળકીના ચીસો સાંભળાતા બેડરૂમમાં દોડી: મહિલાએ જોયું તો પોતાનો પતિ તેની દીકરી સાથે વાંધાજનક સ્થિતિમાં હતો

અમદાવાદ શહેરમાં માનવતાને શર્માસાર કરતી વધુ એક ઘટના સામે આવી. કૃષ્ણનગર વિસ્તારમાં સાવકા પિતાએ પોતાની જ સાવકી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. આરોપીને શનિવારના રોજ નોકરીમાં રજા હોવાથી બપોરે જમ્યા બાદ આરોપી તેમના પત્ની અને બંન્ને બાળકો ઘરમાં બેડરૂમમાં હતા. 

 દરમિયાન મહિલા ઘરની ગેલેરીમાં કપડાં સુકવતી હતી ત્યારે અચાનક બાળકીના ચીસો સાંભળાતા બેડરૂમમાં દોડી આવી હતી. મહિલાએ જોયું તો પોતાનો પતિ તેની દીકરી સાથે વાંધાજનક સ્થિતિમાં હતો અને દુષ્કર્મ માટે પ્રયાસ કરતો હતો. મહિલાએ પોતાની દીકરીને બચાવી અને પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર બાળકીની માતાએ વર્ષ 2019માં પહેલા લગ્ન કર્યા હતા,પરંતુ 2020માં છૂટાછેડા થયા હતા અને તેમની એક દીકરી હતી. ત્યાર બાદ 28 ઓગસ્ટ 2021ના રોજ મહિલાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા.

 

(10:45 PM IST)