તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 23rd March 2026
સૌની યોજના હેઠળ ઘેર-ઘેર નર્મદાના નીર પહોંચ્યા, ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયોઃ કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ તાલુકાના નાકરાવાડી ખાતે ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાના કાર્યનું ખાતમુહૂર્ત

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૨૩: રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં સૌની યોજના અંતર્ગત રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાની કામગીરીનો ખાતમુહૂર્ત કર્યુ હતુ.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં સિચાઈ અને પીવાના પાણીના મોટાભાગના કામો હવે પૂર્ણ થઈ ગયા છે. સૌની યોજના અંતર્ગત અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેતી અને પશુપાલન વ્યવસાયનો વિકાસ થયો છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે.
તેમણે જણાવ્યુ હતુ કે ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રના ૮૦%થી વધુ વિસ્તારને આ યોજનાનો લાભ મળવા લાગશે જેને કારણે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે તેમજ સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે આગામી દિવસોમાં હજુ પણ પાણીની સુવિધા વધશે જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે.
આ પ્રસંગે કુંવરજીભાઈનુ પરંપરાગત સામૈયું કરીને સ્વાગત કરાયું હતું, ત્યારબાદ મંત્રી અને ધારાસભ્યનું ફૂલહારથી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને અગ્રણી શાંતિભાઈ ધણુજાએ પ્રાસંગિક ઉદબોધનમાં સૌની યોજનાના લાભ વિશે માહિતી આપી હતી.
આ યોજનાથી કુલ ૧૭ ગામોને સૌની યોજનાનો લાભ મળશે સૌની યોજના લિક-૩ હેઠળના આ વિકાસ કાર્યથી રાજકોટ અને વાંકાનેર તાલુકાના કુલ ૧૭ ગામોને પાણીનો લાભ મળશે આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇનના હયાત સ્કાવર વાલ્વથી ૦૩ કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવ,ચેકડેમ અને જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે જેના પરિણામે વાંકાનેર તાલુકાના ૦૩ તળાવો અને ૦૯ ચેકડેમ તેમજ રાજકોટ તાલુકાના ૧૨ તળાવો અને ૪૫ ચેકડેમો પાણીથી છલકાશે આ સુવિધાને કારણે અંદાજે ૫૧૫૦ હેક્ટર જમીનમાં સિચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે ખાસ કરીને રાજકોટ તાલુકાના રાણપુર, હડમતીયા બેડી,તરઘડીયા, ધમલપર,માલીયાસણ,નાકરાવાડી, ખેરડી, સણોસરા,ખીજડીયા, કુવાડવા, ગુંદા,ઠેબચડા,ગઢકા અને મેસવડા તેમજ વાંકાનેર તાલુકાના ઘીયાવડ,વણઝારા અને ખેરવા ગામના ખેડૂતો આ યોજનાનો વ્યાપક લાભ મેળવી શકશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
