<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સરકાર ટૂંક સમયમાં હોટલ અને ટુરિઝમ પોલિસી જાહેર કરે એવી શક્‍યતા

મંજૂર મર્યાદા કરતા વધુ FSI અને કરમાં છૂટ જેવા પ્રોત્‍સાહન રહેશે

અમદાવાદ તા.૨૩: લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી હોટલ અને ટુરિઝમ પોલિસી ટૂંક સમયમાં જાહેર થવાની શક્‍યતા છે. ૨૦૩૦ની કોમનવેલ્‍થ ગેમ્‍સને ધ્‍યાનમાં રાખીને શહેરને ૬૦,૦૦૦થી વધુ રૂમોની જરૂર પડશે, તેથી રાજ્‍ય સરકાર હોટલ નિર્માણને પ્રોત્‍સાહન આપવા માટે પ્રોત્‍સાહનો આપવા ઈચ્‍છે છે. મંજૂર મર્યાદા કરતા વધુ જ્‍લ્‍ત્‍ અને કરમાં છૂટ જેવી સુવિધા માટે પ્રસ્‍તાવ કરવામાં આવી રહ્યો છે.

રાજ્‍ય સરકાર ત્રણ રાજ્‍યની નીતિઓનો અભ્‍યાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તેને અંતિમ રૂપ આપશે. ખાસ કરીને અમદાવાદને કોમન વેલ્‍થ ગેમ્‍સ અને સંભવિત ૨૦૩૬ ઓલિમ્‍પિક્‍સને ધ્‍યાનમાં રાખીને વધુ હોટલ રૂમોની જરૂર છે. ૨૦૨૧-૨૦૨૫ની ટુરિઝમ અને હોટલ પોલિસી ગત વર્ષે પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ છેલ્‍લા પાંચ વર્ષમાં ૧૦થી ઓછી હોટલોનું નિર્માણ થયું છે.

આર્થિક સહાય (સબસિડી) આપવા અંગેનો પ્રસ્‍તાવ પણ ચર્ચામાં હતો, પરંતુ સરકાર તેમાં રસ ધરાવતી નથી કારણ કે તેમ કરવાથી રાજ્‍યની તિજોરી ઉપર વધારાનો બોજ વધી જરો એવું એક વરિષ્ઠ અપિકારીએ નવગુજરાત સમયને જણાવ્‍યું છે. તેમ છતાં, સરકાર હોટેલ ઉદ્યોગને નાણાકીય નુકસાન ન થાય તે સુનિヘતિ કરવા માંગે છે. સૂચિત પોલિસીમાં મુખ્‍ય પ્રોત્‍સાહન તરીકે વધારાની વિનામૂલ્‍યે FSI આપવામાં આવશે. ઉપરાંત, કરમાં છૂટ અને વીજળીના બીલમાં રાહત આપવાનો પણ પ્રસ્‍તાવ છે.

સરકારને એક વન-સ્‍ટોપ સોલ્‍યુશન આપવું પડશે, જેમાં તમામ જરૂરી મંજૂરીઓ એકસાથે મળી જાય. હાલ હોટલ બાંધકામ માટે ૫ વર્ષથી વધુ સમય લાગે છે. જૂની નીતિ હેઠળ, યોજનાની મંજૂરીમાં ૧૦-૧૨ મહિના, બાંધકામમાં ૩-૪ વર્ષ અને આંતરિક સજાવટમાં વધુ ૧.૫ વર્ષ લાગે છે. આથી કોમન વેલ્‍થ ગેમ્‍સ પહેલા નવી હોટેલો તૈયાર કરવી મુશ્‍કેલ બનશે, એવું એસોસિએશને જણાવ્‍યું છે

CWG - ૨૦૩૦ માટે આશરે ૩૦૦ નવી હોટલની જરૂર

મુખ્‍ય ધ્‍યાન અમધવાદ પર રહેશે, પરંતુ કોમન વેલ્‍થ ગેમથી પ્રવાસન વધવાના કારણે અન્‍ય પર્યટન સ્‍થળોએ પણ વધુ હોટલો બનવાની અપેક્ષા છે. હોટલ ઉદ્યોગે તાજેતરમાં આ મુદ્દે સરકારને રજૂઆત કરી હતી. ઉદ્યોગના કહેવા મુજબ કોમન વેલ્‍થ ગેમ્‍સ-૨૦૦૦ માટે આશરે ૩૦૦ નવી હોટેલોની જરૂર છે.

(10:08 AM IST)