News of Monday, 23rd March 2026
ગુજરાતમાં ગરમી વધશે, વાદળોની અવરજવર ચાલુ માર્ચના અંતે ફરી માવઠાની શકયતા : રમેશ બસિયા

(જયેશ ભટાસણા) ટંકારા : હવામાન આગાહી અનુસાર, ૨૩થી ૨૮ માર્ચ સુધી ગુજરાતમાં ઉનાળાની ગરમી વધુ નોંધાશે. વાતાવરણમાં વાદળોની હિલચાલ રહેશે, અમુક સ્થળોએ હળવા છાંટા પડી શકે છે, પરંતુ મોટું માવઠું નથી.
મોરબી-રાજકોટ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ૩૮થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે પヘમિ-ઉત્તરપヘમિ દિશામાંથી ફૂંકાશે, ઝડપ સામાન્ય રહેશે.
માર્ચના છેલ્લા દિવસોમાં (ખાસ કરીને ૨૭ માર્ચ આસપાસ) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ની અસરથી વાતાવરણ અસ્થિર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા છે. માવઠાનો વિસ્તાર અને તીવ્રતા અંગે ૨૭ માર્ચે વધુ અપડેટ આપવામાં આવશે. ૨૮ માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે. (રમેશ બસિયા, હવામાન નિષ્ણાત, નાનાખીજડીયા-ટંકારા)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
